સોનાની ખરીદી કરવાનું વિચારો છો, તો દુનિયાનું સૌથી સસ્તુ સોનું અહીં મળે છે !
સોના અને ચાંદીના ભાવ આસમાને ચઢી રહ્યા છે. નવા નવા વિક્રમો સર્જી રહ્યા છે. સોનાનો ભાવ એક તોલાના એક લાખ રૂપિયાને પાર કરી ગયા છે. એ સંજોગોમાં સોનું ખરીદવું હવે એક સપનું થઈ ગયું છે. સોનાના દાગીનાની ખરીદી કરવી મુશ્કેલ થઈ પડી છે, ત્યારે જો તમારે સોનું ખરીદવું હોય તો એ જાણી લો કે દુનિયામાં સૌથી સસ્તુ સોનું ક્યાં મળે છે ?
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ એક ઓંસનો 4 હજાર ડોલર થઈ ગયો છે, તેને કારણે ભારતમાં સોનાનો ભાવ 10 ગ્રામનો 1.23 લાખની આસપાસ ચાલી રહ્યો છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 54 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે સોનાના ભાવમાં 27 ટકાનો ભાવ વધારો થયો હતો. મતલબ કે ગયા વર્ષ કરતાં પણ ઝડપથી સોનાનો ભાવ બમણો થઈ ગયો છે. ભારતમાં સોનું કેમ આટલુંમોંઘું હોય છે ?
એમ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ કરતાં ભારતમાં સોનાનો ભાવ 6 થી 10 ટકા વધુ હોય છે. એ ખરૂં કે ઘણા લોકો દુબઈ જઈને સોનું ખરીદે છે કેમકે ત્યાં આંતરરાષ્ટ્રીય ભાવે સોનું વેચાય છે. એ કારણે ભારત કરતાં સોનું સસ્તુ પડે છે. ભારતમાં જીએસટી 3 ટકા, ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકા. 1 ટકા ટીડીએસ તેમજ કૃષિવાડી સેસ 1 ટકો લાગતાં ભારતમાં સોનાના ભાવ વધુ છે. એ ઉપરાંત આજકાલ રૂપિયો સતત નબળો પડતાં તેની અસર પણ સોનાના ભાવ ઉપર પડે છે. ડોલરના ભાવમાં એક જ રૂપિયાનો ઉછાળો આવે તો સોનામાં 10 ગ્રામ દીઠ 600 થી 700 રૂપિયાનો વધારો થઈ જાય છે. વળી ઘરેણાં ખરીદો તો તેના ઘડામણ ચાર્જ ઉપર 5 ટકા જીએસટી અલગ લાગે છે. મતલબ કે સોનું મોંઘુ પડે છે.
પરંતુ તમારે સોનું ખરીદવું હોય તો વિદેશમાં અનેક દેશો છે. સ્વાભાવિક છે કે ભારતની સરખામણીએ બહેરિન, કુવેત, મલેશિયા, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સિંગાપોર, દુબઈ, અમેરિકા અને પેરૂમાં પણ સોનું સસ્તું પડે છે.
About Team gujarat365
Gujarat 365 team.