રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ અફઘાનિસ્તાનમાં રાત્રે 12.47 વાગ્યે 6.3 ની તીવ્રતાના ધરતીકંપે ધરતી ધ્રૂજાવી હતી. અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનના ઘણા ભાગોમાં જોરદાર ભૂકંપ અનુભવાયા હતા. ભૂકંપથી ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયાનું જાણવા મળે છે. ઘણા વિસ્તારોમાં ઘરો ધરાશાયી થયા છે.
યુએસ જીઓલોજિકલ સર્વેનો અંદાજ છે કે આ ભૂકંપમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે. મોટી સંખ્યામાં જાનહાનિ થવાની સંભાવના છે. ડઝનબંધ ઘરો ધરાશાયી થયા હોય મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે દટાયેલા છે. એવી આશંકા છે કે ભૂકંપમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા હશે. પાકિસ્તાનની સરહદે આવેલા કુનાર પ્રાંતના નોર્ગલ જિલ્લાના મઝાર ખીણમાં મોટાભાગના ઘરોને નુકસાન થયું છે. આ ખીણ પર્વતીય વિસ્તારમાં આવેલી છે. અમેરિકન જીઓલોજિકલ સર્વે મુજબ, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં બાસાવુલથી 36 કિલોમીટર ઉત્તરમાં હતું. તેની ઊંડાઈ 10 કિલોમીટર હતી. તેનાથી સમગ્ર પ્રદેશ પ્રભાવિત થયો હતો અને પાકિસ્તાનના મોટા ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 6 થી વધુ તીવ્રતાનો ભૂકંપ ખતરનાક માનવામાં આવે છે.
About Team gujarat365
Gujarat 365 team.