દક્ષિણ ગુજરાતના આ તાલુકામાં ભૂકંપના આંચકા આવ્યા

1 min read
Thumbnail

જાણે ધરા ધ્રૂજવાનો દિવસ હોય એમ અફઘાનિસ્તાનથી લઈને દિલ્હી સુધીના અનેક સ્થળોએ ધરતીકંપનો અનુભવ ગઈ રાત્રે થયો હતો, જ્યારે આજે સાંજે 5.22 કલાકે વાંસદામાં 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

સોમવારે પહેલી સપ્ટેમ્બરસાંજે 5.22 કલાકે વાસદા તાલુકમાં ધરતીકંપનો હળવો આચંકો અનુભવાયો હતો. ધરતીકંપનું એપીસેન્ટર લીમઝર ગામ પાસે 20.757 અક્ષાંસ અને 73.295 રેખાંશ પર ભૂકંપ કેન્દ્ર હતું. વાંસદા ઉપરાંત વાંસદા તાલુકાનારાણી ફળીયા, ઉપસળ, ચિકટિયા, દુબળ ફળીયા, લીમઝર જેવા ગામોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપ કેન્દ્ર જમીનની સપાટીથી 4.5 કિલોમીટર ઊંડે અને તીવ્રતા 2.7 નોંધાઈ હતી. વાંસદા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધરતીકંપના આંચકા ઘણી વખત અનુભવવા મળ્યા છે. વારંવાર આવતાં ભૂકંપથી લોકોમાં દહેશત સાથે ભયનો માહોલ જોવા મળે છે. જો કે વારંવાર હળવો ભૂકંપ કેમ આવે છે, એ પાછળનું કોઈ જ કારણ જાણવા મળ્યું નથી. વહીવટી તંત્ર એ અંગે અભ્યાસુ પાસે તપાસ કરાવવી જોઈએ.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.