નવસારી મહાનગર પાલિકાની પહેલી સામાન્ય ચૂંટણીમાં 52 માંથી 50 બેઠકો જીતી લઈને ભારતીય જનતા પાર્ટીએ સત્તા સંભાળી છે.આજે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે યોજાયેલી બેઠકમાં નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાની વરણી કરવામાં આવી છે. નવસારી મહાનગર પાલિકાના અન્ય હોદ્દેદારોમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ, ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ અને શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિતની વરણી કરવામાં આવી છે. દંડક તરીકે રાકેશ પટેલની વરણી કરવામાં આવી છે.
About Team gujarat365
Gujarat 365 team.
