ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં કબડ્ડી સ્પર્ધામાં પ્રભુત્વ મેળવ્યું હતું. ટીમ ઇન્ડિયાએ પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતવા સાથે, ભારત મેડલ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે.
પશ્ચિમ એશિયાઈ દેશ બહેરીનમાં યોજાયેલી એશિયન યુથ ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુરુવારે, દેશના યુવા ખેલાડીઓએ કબડ્ડીમાં બે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. છોકરાઓ અને છોકરીઓ બંને ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યા હત, જેનાથી ભારત મેડલ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં, ભારતે બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ (કુલ 10 મેડલ) જીત્યા છે.
એશિયન યુથ ગેમ્સમાં ભારતના મેડલ વિજેતાઓને જાણો:
• ગોલ્ડ (2) – છોકરાઓની કબડ્ડી, છોકરીઓની કબડ્ડી
• સિલ્વર (3) – કનિષ્ક બિધુરી (કુરાશ), રંજના યાદવ (5000 મીટર વોક), અંબુરે શૌર્ય (100 મીટર હર્ડલ્સ)
• બ્રોન્ઝ (5) – ખુશી (કુરાશ), અરવિંદ (કુરાશ), જાસ્મીન કૌર (શોટ પુટ), દેવાશીષ દાસ (તાઈક્વોન્ડો), યશ્વિની સિંહ-શિવાંશુ પટેલ (મિક્સ્ડ પેર પુમસે).
એશિયન ગેમ્સ મેડલ ટેબલ:
ક્રમ દેશ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ કુલ મેડલ
1 ચીન 6 10 1 17
2 થાઇલેન્ડ 6 2 2 10
3 ઉઝબેકિસ્તાન 6 1 2 9
4 ઈરાન 3 4 6 13
5 ભારત 2 3 5 10
About Team gujarat365
Gujarat 365 team.
