મોદીએ દિવાળી જ્યાં ઉજવી એ INS વિક્રાંત વિશે આ પુસ્તક વાંચવું જ રહ્યું

2 min read
Thumbnail

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે દિવાળી આપણી સુરક્ષા કરતા જવાનો સાથે ઉજવે છે. એ થકી જવાનોનો ઉત્સાહ અને જુસ્સો બંને વધે છે. દેશના વડા પોતાની સાથે દિવાળી ઉજવે એ ઘટના સૌ જવાનો માટે પ્રેરક બની રહે છે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધ જહાજ વિક્રાંત ઉપર દિવાળી ઉજવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઈએનએસ વિક્રાંતે પાકિસ્તાનની ઉંઘ હરામ કરી હતી.

હા, આ એ જ યુદ્ધ જહાજ છે, જેણે યુદ્ધમાં પાકિસ્તાનના દાંત ખાટાં કર્યા હતા. વડાપ્રધાન મોદીએ યુદ્ધ જહાજના વખાણ કાંઈ અમસ્તાં કર્યા નથી. એ યુદ્ધ જહાજ પાકિસ્તાન સામેના યુદ્ધમાં દુશ્મનનો ખાત્મો બોલાવવા માટે ખૂબ જ કારગત નીવડ્યું હતું. પરંતુ તમને ખબર છે કે આ આઈએનએસ વિક્રાંત એ કેવું યુદ્ધ જહાજ છે ?

વડાપ્રધાન મોદી જ્યારે વખાણ કરતા હોય, ત્યારે દેશની સુરક્ષા માટે શિરમોર કહેવાય એવા યુદ્ધ જહાજ વિશે જાણવું જરૂરી છે. આઇએનએસ વિક્રાંતની અતીથી ઇતિ સુધીની તમામ માહિતી મેળવવી હોય તો તો અશોક પટેલ દ્વારા લિખીત પુસ્તક આઇએનએસ વિક્રાંત : સમુદ્રમાં તરતું શહેર વાંચવું જ પડે.

5 G પબ્લિકેશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં વિક્રાંતનો અર્થથી માંડીને તેનો ઈતિહાસ, તેના પરની સુવિધા અને સજ્જતા સહિતની અનેક વિગતો આવરી લેવામાં આવી છે. દુશ્મનોના દાંત ખાટાં કરી દે એવી કયા કયા શસ્ત્ર સરંજામ તેના ઉપર છે, તેની વિગતો તો ખરી જ , સાથે ભારતનું પહેલું સ્વદેશી બનાવટનું એરક્રાફ્ટ કેરિયર કેવું છે, એ તમામ વિગતો તમને આ પુસ્તકમાં મળી રહેશે. સરળ શબ્દોમાં લખાયેલું આ પુસ્તક વિક્રાંત અંગે આપને અપડેટ કરશે...ને પાછું આ પુસ્તક કલરફૂલ છે....

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.