મહાનાયક અમિતાભ... 83

3 min read
Thumbnail

મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મ દિવસ છે. એવી ઉંમરે જ્યારે બાકીની દુનિયા નિવૃત્તિનો આનંદ માણી રહી છે, ત્યારે 83 વર્ષે આ યોદ્ધા પોતાના કામથી યુવાનો કરતાં પણ વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે.

સામાન્ય રીતે 60 વર્ષે લોકો નિવૃત્ત થવા માંડે અને 80 વર્ષ પછી તો જાણે માંડ આયખું ખેંચતા હોય એમ જીવતા હોય છે, એ સમયે 83 વર્ષે પણ અમિતાભ બચ્ચન યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિથી કામ કરે છે. બોલિવૂડ જ નહીં સામાન્ય નોકરીમાં પણ સામાન્ય લોકો 8-9 કલાક જ કામ કરતા હોય છે, જ્યારે અમિતાભ આજે પણ 15-16 કલાક કામ કરે છે. એ કારણે જ આજે પણ તેમની આજે પણ દર વર્ષે બે ત્રણ ફિલ્મ રીલીઝ થતી હોય છે. એ ઉપરાંત કેટલીક જાહેરખબરો અને કૌન બનેલા કરોડપિત શો તો ખરો જ.

વળી અમિતાભ બચ્ચન અસંખ્ય બિમારીઓ સાથે લડતા રહીને સખત કામ કરે છે, 1982 માં કૂલી ફિલ્મના શૂટિંગ વખતે તેમને ગંભીર ઈજા થઈ હતી. એ સમયે તેઓ કોમામાં પણ સરી ગયા હતા અને ઘણી સર્જરીઓ પણ કરવી પડી હતી. વેન્ટિલેટર પર મૂકતા પહેલા તેમને ક્લિનિકલી ડેડ જાહેર કરવામાં આવ્યા હોવાનો ખુલાસો તો અમિતાભે પોતે જ સિમી ગ્રેવાલના શોમાં કર્યો હતો.

કૂલી ફિલ્મમાં થયેલી ઈજાથી માંડ બચ્યા બાદ 2000 માં જ્યારે અમિતાભ તેમના સૌથી ખરાબ નિષ્ફળતાના સમયગાળામાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે તેમને હેપેટાઇટિસ બી થયો હતો અને તેમના લીવરમાં ચેપ લાગ્યો હતો. ડોક્ટરોએ તેમને એમ પણ કહ્યું હતું કે તેઓ તેમના લીવરના ૨૫ ટકા ભાગ પર જીવી રહ્યા છે. એ બિમારી સામે લડતા રહીને તેમણે પોતાની ફ્લોપ જતી કેરિયરને મોટો બ્રેક થ્રૂ આપ્યો હતો. બોક્સ ઓફિસ પર ફરીથી તેમનું કામણ કામ કરી ગયું હતું.આ સમય દરમિયાન, અમિતાભ બચ્ચને બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સર્જ્યા હતા. 2000 થી 2019 દરમિયાન તેમની સતત 56 ફિલ્મો આવી હતી. આ સમયગાળા દરમિયાન અક્ષય કુમાર સિવાય અન્ય કોઈ સ્ટારે આટલી બધી ફિલ્મો આપી ન હતી.

આ પછી, અમિતાભે 2019 માં તેમના બ્લોગમાં તેમની બીમારી વિશે પોસ્ટ કરી હતી. તેમણે ગરદન અને કમરમાં દુખાવો અને તાવનો અનુભવ થવાનો ઉલ્લેખ કર્યો હતો. લાંબા સમય સુધી બેસવું સમસ્યારૂપ હતું. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી, પરંતુ તેમણે ક્યારેય આરામ પોતાને હાવી થવા દીધો નહીં. 2020 ના કોવિડ રોગચાળા દરમિયાન, અમિતાભ બચ્ચનને પણ ચેપ લાગ્યો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ તેઓ સ્વસ્થ થઈને પાછા ફર્યા. વધુમાં, તેમણે યુવા કલાકારો કરતાં વધુ કામ કર્યું.આ સમયગાળા દરમિયાન, અમિતાભ બચ્ચને 2019 થી 2024 સુધી આઠ ફિલ્મો આપી. શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન કે ઋત્વિક રોશન બંનેમાંથી કોઈ પાસે આ સમયગાળા દરમિયાન એટલી ફિલ્મો નથી.

અમિતાભે સાત ફિલ્મોમાં, KBC ના ઘણા સીઝનમાં અભિનય કર્યો છે, અને હાલમાં તેમની પાસે ત્રણ ફિલ્મો છે. માત્ર આટલું જ નહીં, અમિતાભ આગામી દિવસોમાં બ્રહ્માસ્ત્ર ભાગ 2, કલ્કી 2898 એડી ભાગ 2 અને આંખે ભાગ 2 માં જોવા મળશે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.