ભારતમાં સોનું મોંઘુ છે, ત્યારે દુબઈથી સોનું લાવતા અનેક લોકો પકડાય છે. એ સંજોગોમાં સોનું વિદેશથી લાવી શકાય કે કેમ એવો સવાલ જરૂર થાય.
એ સવાલનો જવાબ છે- હા, વિદેશથી સોનું ખરીદીને ભારત લાવી શકાય છે. ભારતમાં વિદેશથી સોનું લાવવાના નિયમો પાળવા પડે છે. ભારતમાં વિદેશથી સોનું લાવવા માટે મહિલા અને પુરૂષો માટે જુદા જુદા નિયમો છે.
- વિદેશથી ભારતીયો સોનું બિસ્કેટ કે સિક્કાના સ્વરૂપમાં લાવી શકાતું નથી. ફક્ત ઘરેણાંરૂપે જ સોનું લાવી શકાય છે.
- પુરૂષ પોતાની સાથે વિદેશથી 20 ગ્રામ સોનાના ઘરેણાં કસ્ટમ ડ્યુટી ભર્યા વગર લાવી શકે છે. જો કે તેની કિંમત 50 હજાર રૂપિયા કરતાં વઘુ હોવી ન જોઈએ.
- મહિલા પ્રવાસી વધુમાં વધુ 40 ગ્રામ સોનું લાવી શકે છે. આ સોનાના ઘરેણાંની કિંમત એક લાખ રૂપિયાથી વધુ હોવી ન જોઈએ. જો તેના કરતાં વધુ કિંમત હોય તો તેના પર કસ્ટમ ડ્યુટી ભરવી પડે છે.
About Team gujarat365
Gujarat 365 team.